નવી દિલ્હી: ભાજપ (BJP) વિધાયક દળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad)એ સ્પષ્ટ કર્યું છે કે હરિયાણામાં ફક્ત એક જ ડેપ્યુટી સીએમ રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ તરફથી સિરસાથી ચૂંટાઈ આવેલા ગોપાલ કાંડાનું સમર્થન લેવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે ભાજપ વિધાયક દળની બેઠકમાં પ્રસાદ કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે હાજર રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણા: મનોહરલાલ ખટ્ટર BJP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા, કાલે CM પદના લેશે શપથ


વિધાયક દળની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે અમને 6 અપક્ષ ધારાસભ્યો ઉપરાંત જેજેપીનું સમર્થન પ્રાપ્ત છે. અમે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી સાથે મળીને રાજ્યમાં એક સ્થાયી સરકાર બનાવીશું. અમે એક ઈમાનદાર સરકાર બનાવીશું. 


પ્રસાદે કહ્યું કે અમે હરિયાણાના જનાદેશનું સન્માન કરીએ છીએ. અમે જે રીતે 5 વર્ષ સરકાર ચલાવી, આ સરકાર પણ એવી રીતે જ ચાલશે. સમર્થન આપનારા પક્ષોનો આભાર. તેમણે વધુમાં કહ્યું કે મનોહરલાલ ખટ્ટર નક્કી કરશે કે તેમના મંત્રીમંડળમાં કોણ રહેશે. આ બધુ મુખ્યમંત્રીના શપથગ્રહણ બાદ નક્કી થશે. રાજ્યમાં ફક્ત એક જ ડેપ્યુટી સીએમ રહેશે. અમે હરિયાણાના લોકોને વચન આપીએ છીએ કે અમે એક સ્થાયી અને મજબુત સરકાર બનાવીશું. 


હરિયાણામાં વળી પાછું સસ્પેન્સ...દુષ્યંત ચૌટાલા નહીં, તો કોણ બનશે ડેપ્યુટી CM? 'આ' મહિલાનું નામ ચર્ચામાં 


અત્રે જણાવવાનું કે આ અગાઉ આજે સવારે ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેઓ દિવાળીના દિવસે બપોરે 2 વાગે સીએમ પદના શપથ લઈ શકે છે. તેમની સાથે જ ડેપ્યુટી સીએમ પદ માટે પણ શપથ ગ્રહણ થશે. 


આ પદ માટે જેજેપી નેતા નૈના ચૌટાલાનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓના શપથગ્રહણ સમારોહને લઈને તસવીર હજુ સ્પષ્ટ નથી. મંત્રીઓનો શપથગ્રહણ  સમારોહ દીવાળી પછી થઈ શકે છે. દુષ્યંત ચૌટાલા પહેલેથી જ જનનાયક જનતા પાર્ટીના વિધાયકક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ અને જેજેપીમાં નક્કી થયેલા ફોર્મ્યુલા મુજબ સીએમ ભાજપના અને ડેપ્યુટી સીએમ જેજેપીમાંથી હશે. 


જુઓ LIVE TV


હરિયાણામાં ભાજપને દુષ્યંત ચૌટાલાની JJPનો સાથ મળતા કોંગ્રેસ ભડકી, કહ્યું- 'આખરે પોલ ખુલી ગઈ'


શાહે કહ્યું કે હરિયાણામાં વોટરોના જનાદેશની સાથે જતા બંને પાર્ટીઓએ નિર્ણય લીધો છે કે ભાજપ અને જેજેપી સાથે મળીને સરકાર બનાવશે. મુખ્યમંત્રી ભાજપમાંથી હશે જ્યારે નાયબ મુખ્યમંત્રી જેજેપીમાંથી રહેશે. તેમણે કહ્યું કે ગઠબંધન જનાદેશની ભાવના મુજબ છે. પ્રેસ કોન્ફરન્સમાં શાહ અને ચૌટાલા ઉપરાંત ખટ્ટર અને ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. 


નોંધનીય છે કે ગુરુવારના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ભાજપને 40 બેઠકો મળ્યા બાદ પાર્ટીના ટોચના નેતાઓ સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગયા હતાં. ભાજપને બહુમતીના આંકડા કરતા 6 બેઠકો ઓછી મળી હતી. સાત અપક્ષોએ પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...